મુખપૃષ્ઠ > રમત > ક્રિકેટ > ક્રિકેટ સમાચાર
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
કાનપુર ટેસ્ટ માટેની ભારતીય ટીમ જાહેર
આર.પી.સિંઘ આઉટ, મુનાફ પટેલ ઇન, 16 ખેલાડીઓની ટીમ જાહેર - બોર્ડ

મુંબઇ. દક્ષિણ આફ્રિકા સામે પહેલી બે ટેસ્ટ મેચોમાં સારૂ પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહેલા ફાસ્ટ બોલર આર.પી.સિંઘનો કાનપુર ટેસ્ટ માટે ભારતીય ટીમમાં સમાવશે કરવામાં આવ્યો નથી. આર.પી.સિંઘના સ્થાને ટીમમાં મુનાફ પટેલનો સમાવેશ કરવામાં આવ્યો છે. દિલીપ વેંગસકરની અધ્યક્ષતામાં રવિવારે મુંબઇમાં પસંદગી સમિતિની બેઠક બાદ 16 ખેલાડીઓવાળી ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે.

કાનપુરમાં 11 એપ્રિલથી શરૂ થનારી ટેસ્ટ માટે અંતિમ 14 ખેલાડીઓના નામ નક્કી કરતાં પહેલા 10 એપ્રિલના રોજ ઇજાનો સામનો કરી રહેલા ટીમ ઇન્ડિયાના કેપ્ટન કુંબલે અને ફાસ્ટ બોલર ઇશાંત શર્માનો ફિટનેસ ટેસ્ટ લેવામાં આવશે. ઓફ સ્પિનર રમેશ પવારનો કુંબલેની અવેજી તરીકે ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

16 સભ્યોની ભારતીય ટીમ :
અનિલ કુંબલે(કેપ્ટન), વિરેન્દ્ર સેહવાગ, વસીમ જાફર, રાહુલ દ્રવિડ, વીવીએસ લક્ષ્મણ, સૌરવ ગાંગુલી, યુવરાજ સિંહ, મોહમ્મદ કૈફ, મહેન્દ્રસિંહ ધોની(વાઇસ કેપ્ટન), હરભજનસિંહ,એસ શ્રીસંત, ઇરફાન પઠાણ, મુનાફ પટેલ, રમેશ પવાર અને પિયુષ ચાવલા.
ઘણું બધુ
ડીવિલિયર્સની ડબલ સદી, દ.આફ્રિકા-494/7
દક્ષિણ આફ્રિકાનો ઓપનર મેકેન્ઝી બિમાર પડ્યો
શોએબ આઇપીએલમાં રમી શકે છે-પીસીબી
શોએબને મારો ખુલ્લેઆમ ટેકો જાહેર-કિંગ ખાન
અમદાવાદમાં બીજા દિવસે દ.આફ્રિકા-262/4
શોએબ હવે આપીએલમાં નહીં રમે - મોદી