મુખપૃષ્ઠ > રમત > ક્રિકેટ > ક્રિકેટ સમાચાર
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
હૈદરાબાદ હીરોએ આઈસીએલ ટૂર્નામેન્ટ જીતી

હૈદરાબાદ હીરોએ ટ્વેંટી.20 વિશ્વ કપ મેચની યાદ તાજી કરાવનારી એક ખૂબ જ રોમાંચેક મેચમાં ગઈકાલે રાત્રે પાકિસ્તાનની લાહોર બાદશાહને બોલ આઉટમાં 3-0 થી હરાવી ઈન્ડિયન ક્રિકેટે લીગ (આઈસીએલ) ની ટ્વેંટી.20 ટૂર્નામેન્ટનો ખિતાબ પોતાને નામ કર્યો હતો.

લાહોર બાદશાહે હૈદરાબાદનાં લાલ બહાદુર શાસ્ત્રી સ્ટેડિયમમાં રમાયેલી બીજી ફાઈનલમાં પહેલા બેટિંગ કરતાં નવ વિકેટ પર 130 રન બનાવ્યા હતાં. તેનાં જવાબમાં હીરોની સંપૂર્ણ ટીમ વીસ ઓવરમાં 130 રન પર આઉટ થઈ ગઈ હતી.

મેચ ટાઈ થવાનાં કારણે બોલ આઉટનો સહારો લેવામાં આવ્યો જેમાં હીરો તરફથી નિકી બોએ, ઈન્દ્રશેખર રેડ્ડી અને કપ્તાન ક્રિસ હેરિસ વિકેટ ઉખાડવામાં સફળ રહ્યાં. જ્યારે અલ્ફ્રેડ એબસોલમ ચૂકી ગયા હતાં. બાદશાહ તરફથી પહેલા ત્રણેય બોલર રાણા નાવેદ, શાહિદ નઝીર તથા નવેદ લતીફ નિશાન લગાવવામાં નિષ્ફળ રહ્યાં હતાં.

આ પ્રકારે ટૂર્નામેન્ટનાં લીગ તબક્કામાં એક પણ મેચ ન ગુમાવનારી પાકિસ્તાની ટીમે ઉપ વિજેતાથી સંતોષ માનવો પડ્યો હતો.
ઘણું બધુ
કાનપુર ટેસ્ટ માટેની ભારતીય ટીમ જાહેર
ડીવિલિયર્સની ડબલ સદી, દ.આફ્રિકા-494/7
દક્ષિણ આફ્રિકાનો ઓપનર મેકેન્ઝી બિમાર પડ્યો
શોએબ આઇપીએલમાં રમી શકે છે-પીસીબી
શોએબને મારો ખુલ્લેઆમ ટેકો જાહેર-કિંગ ખાન
અમદાવાદમાં બીજા દિવસે દ.આફ્રિકા-262/4