મુખપૃષ્ઠ > રમત > ક્રિકેટ > ક્રિકેટ સમાચાર
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
કાનપુરમાં ટીમ ઈન્ડિયાની જીત જરૂરી

દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ ટેસ્ટ શ્રેણી બચાવવા અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઈસીસી) રેંકિંગમાં પોતાનું સ્થાન જાળવી રાખવા માટે ભારતને કોઈપણ સ્થિતિમાં 11 એપ્રિલથી કાનપુરમાં શરૂ થઈ રહેલી ત્રીજી ટેસ્ટ મેચમાં વિજય પ્રાપ્ત કરવો રહ્યો.

આઈસીસી રેંકિંગમાં ભારત હજું બીજા સ્થાને છે. પરંતુ કાનપુર ટેસ્ટનાં ડ્રો થવા કે ભારતનાં પરાજયની સ્થિતિમાં આઈસીસી રેંકિંગમાં ભારત બે સ્થાન નીચે ખસીને ચોથા સ્થાને ચાલ્યું જશે.

બોલિંગ રેંકિંગમાં અમદાવાદમાં ભારતીય બેટ્સમેનો પર કહેર વરસાવનારા ડેલ સ્ટે તથા શ્રીલંકાનાં મુથૈયા મુરલીધરન સંયુક્ત રીતે પ્રથમ નંબર પર છે. જ્યારે બેટિંગમાં ઓસ્ટ્રેલિયાનાં માઈકલ હસીએ શ્રીલંકાનાં કુમાર સંગકારા પાસેથી પ્રથમ સ્થાન છીનવી લીધું છે.
ઘણું બધુ
IPL ટુર્નામેંટ પહેલા સચિન ફિટ હશે-કોચ
હૈદરાબાદ હીરોએ આઈસીએલ ટૂર્નામેન્ટ જીતી
કાનપુર ટેસ્ટ માટેની ભારતીય ટીમ જાહેર
ડીવિલિયર્સની ડબલ સદી, દ.આફ્રિકા-494/7
દક્ષિણ આફ્રિકાનો ઓપનર મેકેન્ઝી બિમાર પડ્યો
શોએબ આઇપીએલમાં રમી શકે છે-પીસીબી