મુખપૃષ્ઠ > રમત > ક્રિકેટ > ક્રિકેટ સમાચાર
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ગરમીમાં આકરી પ્રેક્ટીસ કરતી ટીમ ઇંડિયા
PTIPTI

અમદાવાદ. અમદાવાદના સરદાર પટેલ ગુજરાત સ્ટેડિયમ, મોટેરા ખાતે બીજી ટેસ્ટમાં કારમા પરાજય બાદ હતાશ ભારતીય ટીમે ગઇકાલ સોમવારે અને આજે કાળઝાળ ગરમીમાં આકરી પ્રેક્ટીસ કરીને કાનપુરમાં 11મી એપ્રિલે રમાનારી ત્રીજી અને આખરી ટેસ્ટ માટે પૂર્વતૈયારી કરી હતી.

કોચ ગેરી કસ્ર્ટન, બોલિંગ કોચ વેંકટેશપ્રસાદ અને ફિલ્ડિંગ કોચ રોબિનસિંધે ખેલાડીઓની પ્રેકિટસ પર બાજ નજર રાખી હતી. ઇશાંત અને રમેશ પોવાર કાનપુરમાં ટીમ સાથે જોડાશે. બીજી ટેસ્ટના પરાજયના કારણે ખેલાડીઓ હતાશ જણાતા હતા અને તેઓ મીડિયા સાથે પણ વાતચીત કરવા માગતા નહોતા.

અનિલ કુંબલે અને ઝડપી બોલર ઇશાન્ત શર્માની ફિટનેસ તથા ધોની અને હરભજનની સામાન્ય બીમારીના કારણે ટીમ મેનેજમેન્ટ હજુ પણ ચિંતિત છે. કાનપુર માટે પસંદ કરવામાં આવેલા 16 સભ્યમાંથી 12 સભ્યોએ પ્રેકિટસ કરી હતી.

રોબિનસિંઘ તથા કોચ કસ્ર્ટને પ્રેકિટસ દરમિયાન ખેલાડીઓને આકરી પ્રેકિટસ કરાવી હતી. બપોરના સત્રમાં દક્ષિણ આફ્રિકન ટીમે પણ પ્રેકિટસ કરી હતી. પ્રવાસી ટીમનો દરેક ખેલાડી આત્મવિશ્વાસથી ભરપૂર જણાતો હતો અને સુકાની ગ્રીમ સ્મિથને તેના ખેલાડીઓની ફિટનેસ તથા ફોર્મથી સંતોષ છે.
ઘણું બધુ
વન-ડે બેટિંગ લીસ્ટમાં 2જા સ્થાને સચિન
કાનપુરમાં ટીમ ઈન્ડિયાની જીત જરૂરી
IPL ટુર્નામેંટ પહેલા સચિન ફિટ હશે-કોચ
હૈદરાબાદ હીરોએ આઈસીએલ ટૂર્નામેન્ટ જીતી
કાનપુર ટેસ્ટ માટેની ભારતીય ટીમ જાહેર
ડીવિલિયર્સની ડબલ સદી, દ.આફ્રિકા-494/7