સંયુક્ત અરબ અમિરાતે 2009 નાં આઈસીસી ક્રિકેટ વિશ્વ કપ ક્વાલીફાયર પર પોતાની નજર જમાવી રાખી છે અને તેનું લક્ષ્ય વિશ્વકપમાં પ્રવેશ મેળવવાનું છે.
જો કે અમીરાતની ટીમ આઈસીસી ઈન્ટરનેશનલ કપમાં ખરાબ રીતે હારી ગઈ હતી. પરંતુ ટીમનાં કપ્તાન સકીબ અલીનું કહેવું છે કે આ ટૂર્નામેન્ટના અનુભવનો લાભ તેમની ટીમ 2009 નાં વિશ્વ કપ ફ્વાલીફાયરમાં ઉઠાવશે.
અલીએ કહ્યું હતું કે, આઈસીસી ઈન્ટરનેશનલ ટૂર્નામેન્ટ અમારા માટે ખરાબ અનુભવ રહ્યો. પરંતુ તેમાંથી અમે ક્રિકેટ રમનારા દેશો વિરૂદ્ધ અમારી ક્ષમતા જાણી શક્યા. અમને જાણ થઈ કે અમે ક્યાં છીએ અને ટીમમાં શું સુધારવાની જરૂર છે.
તેમણે કહ્યું હતું કે, અમારૂ મુખ્ય લક્ષ્ય આઈસીસી વિશ્વ કપ ક્વાલીફાયરમાં ટોચની ચાર ટીમોમાં સ્થાન મેળવવાનું છે.
|