ભારતીય ક્રિકેટ ટીમનાં વ્યસ્ત કાર્યક્રમને ધ્યાનમાં રાખતા આગામી જૂન મહિનામાં પ્રસ્તાવિત તેમનો ઝિમ્બાબ્વે પ્રવાસ રદ્દ કરવામાં આવ્યો છે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) એ પોતાનાં આ નિર્ણય વિશે ઝિમ્બાબ્વે ક્રિકેટ બોર્ડને માહિતગાર કરી દીધું છે. ભારતે ઝિમ્બાબ્વેમાં ત્રણ વન ડે મેચોની શ્રેણી રમવાની હતી.
18 એપ્રિલથી શરૂ થઈ રહેલી ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ની ટ્વેંટી.20 ટૂર્નામેન્ટનાં સમાપન બાદ ભારતને 8 થી 14 જૂન સુધી બાંગ્લાદેશમાં ત્રિકોણીય શ્રેણી રમવાની છે. જેમાં ત્રીજી ટીમ પાકિસ્તાન છે.
ત્યાર બાદ ટીમ ઈન્ડિયાનો એશિયા કપમાં ભાગ લેવા માટે પાકિસ્તાન જવાનો કાર્યક્રમ છે. આ ઉપરાંત ટીમે શ્રીલંકા પ્રવાસ પર પણ જવાનું છે.
શ્રીલંકા પ્રવાસ બાદ ભારતીય ક્રિકેટ ટીમ ચેમ્પિયંસ ટ્રોફીમાં રમવા સપ્ટેમ્બર મહિનામાં ફરી એક વખત પાકિસ્તાન જશે.
|