કાનપુર. કાનપુર ખાતે ભારત-દ.આફ્રિકા વચ્ચે રમાઇ રહેલી ત્રીજી ટેસ્ટ મેચમાં બીજા દિવસે ભારતના પ્રથમ દાવમાં 13 ઓવરમાં જ ફટાફટ ઓપનર ખેલાડી સેહવાગ(8) અને વસીમ જાફર(15) આઉટ થઇ ગયા હતા. હાલમાં સ્કોર 56/2 છે અને ક્રિજ પર રાહુલ દ્રવિડ(7) અને લક્ષ્મણ(19) પર રમી રહ્યા છે. ખરાબ શરૂઆત કરનાર ભારતીય ખેલાડીઓ ખૂબજ ધ્યાનથી રમવું પડશે. દ.આફ્રિકાના મોરકેલ અને ડેલ સ્ટેને એક-એક વિકેટ ઝડપી હતી.
ગઇકાલ 12મી એપ્રિલથી શરૂ થયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં દ.આફ્રિકાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ત્રીજી ટેસ્ટમાં ઇજાગ્રસ્ત કેપ્ટન અનુલ કુંબલેનો સમાવેશ કરાયો નથી. તેમના સ્થાને કેપ્ટન પદનો ભાર મહેન્દ્રસિંહ ધોનીને સોપવામાં આવ્યો છે. કેપ્ટન તરીકે તેઓની આ પ્રથમ ટેસ્ટ મેચ છે. પ્રથમ દાવમાં દ.આફ્રિકા 265 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું, જેમાં હરભજન અને ઇશાંત શર્માએ તરખાટ મચાવીને 3-3 વિકેટ ઝડપી હતી. જ્યારે કુંબલેના સ્થાને આવેલા પીયૂષ ચાવલાએ 16 ઓવરમાં 66 રન આપ્યાને 2 મહત્વની વિકેટ ઝડપી હતી. અને જીસી સિમ્થ(69)ની વિકેટ યુવરાજ સિંહે પાડી હતી.
બન્ને ટીમ આ મુજબ છે.. ભારત - મહેન્દ્રસિંહ ધોની(કેપ્ટન), વાસિમ જાફર, વિરેન્દ્ર સેહવાગ, રાહુલ દ્રવિડ, સૌરવ ગાંગુલી, વીવીએસ લક્ષ્મણ, યુવરાજ સિંહ, હરભજન સિંહ, પિયુસ ચાવલા, એસ શ્રીસંથ, ઇશાંત શર્મા.
દક્ષિણ આફ્રિકા - ગ્રીમ સ્મિથ (કેપ્ટન), નીઇલ મેકકેંઝી, હાસિમ અમલા, જેકોસ કાલીસ, આસવેલ પ્રિંસ, એબી ડે વિલીયર્સ, માર્ક બોચર, મોર્ન મોર્કેલ, પોલ હરિસ, ડેલે સ્ટેઇન, મેખ્યા એનટીની.
અમ્પાયર: બીલી ડોક્ટ્રોય(વેસ્ટ ઇંડીસ) અને આસદ રૌફ (પાકિસ્તાન), થર્ડ અપ્યાયર: જી એ પ્રતાપકુમાર (ઇંડીયા) અને મેચ રેફરી: રોસન મહાનામા (શ્રી લંકા)
|