લાહોર. પાકિસ્તાનના મધ્યક્રમનો બેટ્સમેન યૂનુસ ખાન બાંગ્લાદેશ સામેની વન-ડે સિરીઝની બાકીની મેચોમાં પડતો મુકાયો છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના મુખ્ય પસંદગીકાર સલાહુદ્દીન અહેમદે જણાવ્યુ હતુ કે, અંગત કારણોથી પસંદગી સમિતીના સભ્યોએ યૂનુસને ટીમમાં શામેલ નહીં કરવાનો આગ્રહ કર્યો છે.
તેમણે કહ્યુ હતુ કે, આ નિર્ણયથી કેટલાક યુવા ખેલાડીઓને ટીમમાં રમવાની તક મળશે. વાજીદ ખાન અને ફવાદ આલમ જેવા યુવાન બેટ્સમેનો મેચમાં સારુ પ્રદર્શન કરે તેવી સંભાવના પણ તેમણે વ્યક્ત કરી હતી. ઉલ્લેખનીય છે કે, યૂનુસે બાંગ્લાદેશ સામે રમેલી બે વન-ડેમાં વખાણવા લાયક પ્રદર્શન કર્યુ ન હતુ.
|