ગયા વર્ષે સતત સતત ક્રિકેટ રમી રહેલા ભારતીય વન ડે ટીમનાં કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીએ સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં રમાનારી ટ્વેંટી.20 ચેમ્પિયન્સ લીગનાં કારણે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ટેસ્ટ શ્રેણી પહેલા પણ વિશ્વામનો મોકો નહી મળે પરંતુ બીસીસીઆઈ ક્રિકેટરોની આ વ્યસ્તતાને ગંભીરતાથી લેવા તૈયાર નથી.
ભારતીય ક્રિકેટ બોર્ડે ગઈકાલે કાર્યકારણીની બેઠકમાં ચેમ્પિયન્સ લીગને મંજૂરી આપી જે પાકિસ્તાનમાં થનારી આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની ઠીક બાદ શરૂ થવાની છે. ધોનીને ઈન્ડિયન પ્રીમિયર લીગની ઉપ વિજેતા ચેન્નઈ સુપર કિંગ્સની ટીમના કપ્તાનનાં નાતે તેમાં પણ રમવુ પડશે જ્યારે ત્યાર બાદ તરત જ ભારતને ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ચાર ટેસ્ટ મેચોની શ્રેણી રમવાની છે.
બીસીસીઆઈ ઉપાધ્યક્ષ લલિત મોદીને જ્યારે ભારતીય ખેલાડીઓની આ વ્યસ્તતા વિશે પૂછવામાં આવ્યુ ત્યારે તેમણે કહ્યું કે, એક કે બે ખેલાડીઓ પર જ અસર થશે સમગ્ર ટીમ પર નહીં. આ આઠ-દસ દિવસની ટૂર્નામેન્ટ છે અને ખેલાડીઓને તેના માટે ઘણો સમય મળશે.
બોર્ડની કાર્યકારણીમાં જો કે આ ચર્ચા જરૂર થઈ હતી પરંતુ ટેસ્ટ ટીમમાંથી માત્ર ધોની જ ચેમ્પિયન્સ લીગમાં રમવાનાં કારણે તેને ગંભીરતાથી લેવામાં આવ્યું નથી.
|