25 જૂનનો દિવસ ભારતીય ક્રિકેટ ઈતિહાસને માટે એક અનોખુ મહત્વ ધરાવે છે અને 25 વર્ષ પહેલા આ જ દિવસે કપિલની સેનાએ લોડર્સના એતિહાસિક મેદાન પર તે ચમત્કાર કરી બતાવ્યો હતો, જેનો વિચાર કદી કોઈના મગજમાં હતો પણ નહી. 25 જૂન 1983નો તેજ દિવસ હતો, જ્યારે ભારતને 2 વારના વિશ્વ વિજેતા વેસ્ટઈંડીઝના કિલ્લામાં સેંધ લગાવીને વિશ્વ કપ જીતીને ભારતમાં 'ક્રિકેટ ક્રાંતિ'નો સૂત્રપાત કર્યો હતો.
આજે એકવાર ફરી એ જ દિવસ છે અને વિશ્વ કપની જીતની રજત જયંતી પણ. એમા કોઈ શક નથી કે આજે ભારતનો દરેક નાગરિક 25 વર્ષ જૂની જીતને યાદ કરીને ભારતીય ક્રિકેટરો પર ગર્વ અનુભવી રહ્યો છે. 1983ના વિશ્વ વિજેતા સન્માન સમારંભમાં ભાગ લેવા માટે લંડન ગયા છે જ્યારે ક્રિકેટ પ્રેમીઓ પોતપોતાની રીતે ઉત્સવ મનાવી રહ્યા છે.
દેશના મુખ્ય છાપાઓ ક્રિકેટની વિશ્વ વિજયીગાથાથી રંગાયેલા પડ્યા છે. સમગ્ર વાતાવરણ જોશીલુ બન્યુ છે. લાગે છે કે ભારતીય ક્રિકેટ 25 વર્ષ પાછળ જતુ રહ્યુ છે. આજે પણ ધણા લોકોને 25 જૂનની તે રાત યાદ હશે જ્યારે ભારતીય ક્રિકેટ ખેલાડીઓએ વિશ્વકપની લડાઈ જીતીને કરોડો દેશવાસીઓને આખી રાત ઉત્સવ મનાવવાનો મોકો આપ્યો હતો.
|