મુખપૃષ્ઠ > રમત > ક્રિકેટ > ક્રિકેટ સમાચાર
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ધોની એશિયા કપના કાર્યક્રમમાં ભડક્યાં  Search similar articles
ભાષા

કરાચી. ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ગઈ કાલે અહીંયા સુપર ફોર ચરણના સામનામાં બાંગ્લાદેશ પર સાત વિકેટની જીત નોંધાવ્યા બાદ એશિયા કપના વ્યસ્ત કાર્યક્રમ પર ચિંતા વ્યક્ત કરી હતી.

મેચ બાદ ધોનીએ કહ્યું કે અમને કરાચીમાં આવ્યે 84 કલાક થયાં છે જેમાંથી અમે 36 કલાક ક્રિકેટ રમતાં પસાર કરીએ છીએ. આ ખુબ જ વ્યસ્ત કાર્યક્રમ છે. આ કાર્યક્રમને લીધે હું ખુશ નથી. બે ટીમોને સતત મેચ રમવી પડી રહી છે જ્યારે કે બે ટીમને એક દિવસનો આરામ મળ્યો છે.

ધોનીએ કહ્યું કે મેચ બાદ તેમના ખેલાડીઓ ખુબ જ થાકી જાય છે અને હવે તેઓ આ વાતથી ખુશ છે કે તેમને બે દિવસનો આરામ મળશે.

તેમણે વધુમાં કહ્યું હતું કે મેદાન પર રમવું અમારા માટે થોડુક મુશ્કેલ હતું પરંતુ હું તે વાતથી ખુશ છું કે અમે સતત જીતી રહ્યાં છીએ.
ઘણું બધુ
ન્યુઝીલેંડે શાન સાથે શ્રેણી જીતી
ભારતે બાંગ્લાદેશને સાત વિકેટથી હરાવ્યું
પર્સનલ જીંદગીમાં દખલ યોગ્ય નથી-સાઈમંડ્સ
પોટિંગને મેચ ફીના 30 ટકા દંડ
ભારતે પાક. સાથે બદલો વાળ્યો
PBCને વધારે માત્રામાં ભારતીય પહોચવાની આશા