કરાચી. શ્રીલંકાના કેપ્ટન મહેલા જયવર્ધને ગઈ કાલે એશિયા કપના સુપર ચાર ચરણના સામનામાં બાંગ્લાદેશની વિરુદ્ધ 158 રનની જીત નોંધાવીને મહત્વની ભુમિકા ભજવનાર અનુભવી ક્રિકેટર મુથૈયા મુરલીધરનની અને સનત જયસુર્યાની પ્રશંસા કરી હતી.
જયવર્ધને મેચ બાદ કહ્યું કે મુરલી બાંગ્લાદેશ માટે ખુબ જ મુશ્કેલ હતો. તેમણે કહ્યું કે જયસુર્યાએ પણ ખુબ જ શાનદાર રન કર્યાં હતાં.
શ્રીલંકાના કેપ્ટને જણાવ્યું કે જયસુર્યા અને ટુર્નામેંટમાં ત્રીજી સદી કરનાર કુમાર સંગકારાની વચ્ચે 201 રનની સલામી ભાગીદારીને લીધે અમે એક મોટી જીત નોંધાવીને ફાઈનલમાં પહોચવામાં સફળ થયાં.
|