ભારતે બીજી ટેસ્ટમાં જીત મેળવીને ક્રિકેટ રસિયાઓને દિવાળીની ભેટ આપી છે. આ ટેસ્ટ ઘણી બધી રીતે ભારત માટે મહત્ત્વપૂર્ણ સાબિત થઈ છે. મોહાલી ટેસ્ટ ભારત ક્રિકેટનાં ઈતિહાસમાં સદા માટે યાદ રહેશે.
બીજી ટેસ્ટમાં ભારતે ઓલરાઉન્ડર પ્રદર્શન કરી મેળવી છે. બેટ્સમેનોએ ખૂબ સુંદર બેટીંગ કરી હતી. જેમાં સચિને પોતાનાં ટેસ્ટ કેરીયરનાં 12 હજાર રન પૂર્ણ કર્યા છે. તો સૌરવ ગાંગુલીએ પણ પોતાની 16મી સદી ફટકારી હતી.
ધોનીએ પણ બંને ઈનીંગમાં ખુબ જ ઉપયોગી રન બનાવ્યા હતાં. તો ઓપનર ગૌતમ ગંભીરે બીજી ઈનીંગમાં સદી ફટકારી હતી. તેમજ સહેવાગ-ગંભીરની જોડી સૌથી સફળ ઓપનર તરીકે સાબિત થઈ છે.
આ સાથે પોતાની પ્રથમ ટેસ્ટ રમી રહેલાં અમિત મિશ્રાએ પાંચ વિકેટ લેનાર બીજો ભારતીય બોલર બન્યો છે. આ સાથે ઈશાંતે પાંચમી વખત પોઈટીંગને આઉટ કર્યો હતો. તો ઝાહીર અને હરભજને પણ ખુબ સુંદર બોલીંગ કરી હતી.
|