મુખપૃષ્ઠ > રમત > ક્રિકેટ > ક્રિકેટ સમાચાર > પુજારાએ સિલેક્ટરોનું ધ્યાન ખેચ્યું
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
પુજારાએ સિલેક્ટરોનું ધ્યાન ખેચ્યું
વાર્તા

સૌરાષ્ટ્રનાં 20 વર્ષીય મધ્યમક્રમનાં બેટ્સમેન ચેતેશ્વર પુજારાએ સી કે નાયડુ અંડર 22 ક્રિકેટ ટુર્નામેન્ટમાં મુંબઈ વિરૂધ્ધ સતત બીજી વખત થ્રીપલ સેન્ચુરી ફટકારીને સિલેક્ટરોનું ધ્યાન આકર્ષિત કર્યું છે.

પુજારાએ મહારાષ્ટ્ર વિરૂધ્ધ ગયા અઠવાડિયે 385 રન બનાવીને પોતાની કાબેલિયતનો પરિચય આપ્યો હતો. તેણે 600 મિનીટ ક્રીઝ પર ઉભા રહીને 28 ચોક્કા અને 3 છગ્ગાઓની મદદથી સતત બીજીવાર થ્રીપલ સેન્ચુરી ફટકારી હતી.

પુજારાએ જણાવ્યું હતું કે તેનું લક્ષ્ય ટીમ ઈન્ડીયામાં સ્થાન હાંસલ કરવાનું છે. સૌરાષ્ટ્રનાં કોચ અને પૂર્વ રણજી ક્રિકેટર મહેશ ચૌહાણનાં જણાવ્યા મુજબ પુજારાએ સાબિત કરી દીધું છે કે તે એક પરિપક્વ બેટ્સમેન છે. અને ઓપનીંગ બેટીંગ કરી શકે છે.
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
ક્રિકેટ રસિયાઓને દિવાળીની ગીફ્ટ
મોહાલી પર ભારતની મોહર
ભારતીય ટીમને શુભેચ્છાઓ પાઠવો
ઓસ્ટ્રેલિયા સામે સંકટ
બીસીસીઆઈની રંગભેદ નીતિ: કપિલદેવ
સાયમંડ ફોમમાં, પણ ટીમમાં નહીં