ઈસીબી અને શ્રીલંકન ક્રિકેટ વચ્ચે વર્ષ 2009માં ઈંગ્લેંડના શ્રીલંકા પ્રવાસને મોકુફ રાખવાના મુદ્દે સમજુતી થઈ ગઈ છે.
અલબત્ત ઈંગ્લેંડ બોર્ડના સત્તાવાર વલણમાં જણાવવામાં આવ્યુ હતું કે આ શ્રેણી યથાવત રીતે આગળ વધશે પરંતુ વિશ્વસનિય સૂત્રોએ જણાવ્યુ હતુ કે ઈસીબીના ચેરમેન ગાઈલ્સ ક્લાર્કે આઈસીસીને માહિતી આપી છે કે પ્રવાસનો કાર્યક્રમ ફરી ઘડી કાઢવા માટે શ્રીલંકા ક્રિકેટ સાથે સમજુતી થઈ ગઈ છે.
આઈપીએલની બીજી આવૃત્તિમાં ભાગ લેવા શ્રીલંકાના પ્રવાસને લઈને સંકટના વાદળો ઘેરાઈ રહ્યા હતાં. શ્રીલંકાના ઘણા અગ્રણી ખેલાડીઓ આ લીગ સાથે સંપર્ક કરી ચૂક્યા છે. કરાર સાથે જોડાયેલા હોવાના કારણે સ્ટાર ખેલાડીઓ રમવાની સ્થિતિમાં ન હ્તાં.
શ્રીલંકન ક્રિકેટની બીસીસીઆઈ સાથે 70 મિલિયન ડોલરના બેલઆઉટ પેકેજ ઉપર વાતચીત ચાલી રહી છે.
|