મુખપૃષ્ઠ > રમત > ક્રિકેટ > ક્રિકેટ સમાચાર > ઈગ્લેન્ડ સામે 403નું લક્ષ્ય
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ઈગ્લેન્ડ સામે 403નું લક્ષ્ય
ગંભીર ત્રણ રન માટે સદી ચુક્યો, યુવીનાં 86
વાર્તા

ભારતે બીજી ટેસ્ટમાં ઈગ્લેન્ડ સામે 403 રનનું લક્ષ્ય મુક્યુ છે. ભારતે તેના દાવ 7 વિકેટે 251 રન પર ડિક્લેર કરી દીધો હતો. જેમાં ગંભીરનાં 97 અને યુવરાજનાં ધમાકેદાર 86 રન મુખ્ય છે. જ્યારે ભારત પહેલી ઈનીંગની 151 રનની લીડ ધરાવે છે.

ગંભીરે યુવરાજ સાથે 153 રનની ભાગીદારી નોંધાવી હતી. ગંભીર પોતાની સદીથી ત્રણ રન દૂર હતો, ત્યારે સ્વાનની ઓવરમાં ઈયાન બેલમાં હાથમાં કેચ આઉટ થયો હતો. તો ધમાકેદાર ઈનીંગ રમી રહેલ યુવરાજ 86 રને રનઆઉટ થઈ ગયો હતો. ધોની મોન્ટી પાનેસરની બોલીંગમાં કોટ અને બોલ્ટ આઉટ થયો હતો.

હવે, ઈગ્લેન્ડ પાસે ત્રણ કલાક રમવાના બાકી છે. ત્યારે તે નિરસ બની ગયેલી ટેસ્ટને ડ્રોમાં ખેચીને તેના બેટ્સમેન બેટીંગ પ્રેક્ટીસ કરે તેવી સંભાવના છે. આજે સવારે પણ ધુમ્મસને કારણે મેચ બે કલાક મોડી શરૂ થઈ હતી.
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
ભારત ઈંગ્લેંડ પર ભારે
પીબીસી પ્રતિબંધ હટાવવા તૈયાર
ભારતનો સ્કોર ત્રણ વિકેટે 56 રન
ઈગ્લેન્ડ 302 ઓલઆઉટ, ભારતને બઢત
આફ્રીકાએ 414 કરી ફરી ઈતિહાસ રચ્યો
ભારતને જુનિયર એશિયા મહિલા હોકીમાં કાસ્યપદક