ભારત અને ઈલ્ગેંડ વચ્ચે રમાયેલી વન ડે શ્રેણીની સાથે સાથે બે ટેસ્ટ મેચવાળી ટેસ્ટ શ્રેણીમાં પણ ભારતની 1-0 થી જીત થઈ છે. જોકે બીજી ટેસ્ટ મેચમાં ઘણા ઉતાર ચડાવ જોવા મળ્યા હતાં. અને આખરે તે મેચ ડ્રો જતા ભારતનો શ્રેણીમાં વિજય થયો હતો.
ભારતે અંતિમ ટેસ્ટ મેચના પાંચમાં દિવસે ઈંગ્લેંડ સામે 403 રનનો વિશાળ સ્કોર મૂક્યો હતો. પરંતુ મહેમાન ટીમ 28 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 64 રન જ બનાવી શકી.
ગૌતમ ગંભીરને મેન ઓફ ધ મેચનો ખિતાબ સાથે 1 લાખ રૂપિયા તથા જહીર ખાનને મેન ઓફ ધ સીરીઝના ખિતાબ સાથે અઢી લાખ રૂપિયાનો ચેક આપવામાં આવ્યો હતો.
ટેસ્ટ મેચનું કોઈ પરિણામ નહી આવતુ જોઈને બન્ને ટીમના કપ્તાને મેચને નિર્ધારિત સમય કરતા એક કલાક પહેલ પૂરી કરી દીધી હતી. જેમાં સ્ટ્રોસ 21 અને ઈયાન બેલ 24 રન પર અણનમ હતાં. ઈંગ્લેંડે એકમાત્ર વિકેટ ઈયાન કુક (10 રન )ની ગુમાવી હતી, જેને ઈશાત શર્માની ઓવરમાં લક્ષ્મણે ઝડપી લીધી હતી.
સંક્ષિત્પ સ્કોર: ભારત પ્રથમ દાવ 453 અને બીજા દાવમાં 7 વિકેટ પર 251 રન. ઈંગ્લેંડ પ્રથમ દાવમાં 302 અને 1 વિકેટ ગુમાવીને 64 રન..
|