મુખપૃષ્ઠ > રમત > ક્રિકેટ > ક્રિકેટ સમાચાર > ભારત ટેસ્ટ રેંકિંગમાં બીજા ક્રમે
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ભારત ટેસ્ટ રેંકિંગમાં બીજા ક્રમે
વાર્તા

ઈંગ્લેંડની બે ટેસ્ટ મેચવાળી ટેસ્ટ શ્રેણીમાં જીત મેળવવાની સાથે જ ભારત આઈસીસી ટેસ્ટ ચેમ્પિયંશિપ રેંકિંગમાં દક્ષિણ આફ્રિકાને પછાડીને બીજા ક્રમે પહોચી ગયુ છે.

ભારતે ચેન્નઈમાં પ્રથમ ટેસ્ટ છ વિકેટ સાથે જીતી લીધી હતી. જ્યારે બીજી ટેસ્ટમાં આજે મોહાલીમાં ડ્રો થઈ ગઈ હતી. તેનાથી 2 રેટિંગ પોઈંટ પ્રાપ્ત થતા દક્ષિણ આફ્રિકાથી આગળ નીકળી ગયુ છે.

દક્ષિણ આફ્રિકા જો ઓસ્ટ્રેલિયાને ત્રણ મેચોની શ્રેણીમાં 1.0 કે 2.0થી હરાવી લે છે તો તે ફરી બીજા ક્રમે આવી જશે.અને જો શ્રેણી 3.0થી જીતી લેશે તો તે ઓસ્ટ્રેલિયાને પ્રથમ ક્રમથી હટાવી શકે છે.

બીજી બાજુ ઓસ્ટ્રેલિયા છેલ્લી બન્ને મેચ જીતી લે છે તો દક્ષિણ આફ્રિકાની બીજા ક્રમે આવવાની આશા પર પાણી ફેરવાઈ જશે.

આસીસી ટેસ્ટ ચેમ્પિયંનશિપ રેંકિંગ
1. ઓસ્ટ્રેલિયા 130 પોઈંટ
2. ભારત 118 પોઈંટ
3. દક્ષિણ આફ્રિકા 117 પોઈંટ
4. શ્રીલંકા 108 પોઈંટ
5. ઈંગ્લેંડ 103 પોઈંટ
6. પાકિસ્તાન 100 પોઈંટ
7. વેસ્ટઈંડિઝ 81 પોઈંટ
8. ન્યૂઝિલેંડ 81 પોઈંટ
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
આઈપીએલ ફ્રેચાઈસી નહી વેચે
આખરે ભારત શ્રેણી જીત્યુ
ઈગ્લેન્ડ સામે 403નું લક્ષ્ય
ભારત ઈંગ્લેંડ પર ભારે
પીબીસી પ્રતિબંધ હટાવવા તૈયાર
ભારતનો સ્કોર ત્રણ વિકેટે 56 રન