મુખપૃષ્ઠ > રમત > ક્રિકેટ > ક્રિકેટ સમાચાર > આજે ભારત-લંકા ત્રીજી વનડે
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
આજે ભારત-લંકા ત્રીજી વનડે
વેબ દુનિયા
  હું મેન્ડીસના ફોર્મને લઇને ચતિત નથી. તે ચોક્કસપણે ભારતીય બેટ્સમેનોને આગામી મેચોમાં હેરાન કરશે      
જયવર્ધને

કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમ ઊપર મંગળવારે ભારત અને શ્રીલંકા વચ્ચે પાંચ મેચોની શ્રેણીની ત્રીજી વનડે મેચ રમાશે. એક બાજુ ભારતીય ટીમ શરૂઆતની બંને મેચો જીતી આ મેચ જીતી લઇ શ્રેણી જીતવાની તૈયારીમાં છે ત્યારે શ્રેણીને જીવંત બનાવી રાખવા માટે લંકા ચોટીથી એડીનું બળ લગાવશે.

મહેન્દ્રસિંહ ધોનીના નેતૃત્વમાં ટીમ ઇન્ડિયા તેના શાનદાર દેખાવને આગળ વધારીને આ શ્રેણી પણ જીતવાના મક્કમ ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. બીજી બાજુ જયવર્ધનેના નેતૃત્વમાં શ્રીલંકાની ટીમ ઘરઆંગણે આ શ્રેણીને જીવંત રાખવાના ઈરાદા સાથે મેદાનમાં ઊતરશે.

શ્રીલંકન ટીમનો દેખાવ હજુસુધી સામાન્ય રહ્યો છે. અલબત્ત કોલંબોમાં રમાયેલી બીજી મેચમાં ભારત હારતા સહેજમાં રહી ગયું હતું પરંતુ એ મેચમાં પણ ભારતીય બોલરોએ છેલ્લા તબક્કામાં શાનદાર વાપસી કરી હતી.

શ્રીલંકાની છાવણીમાં સૌથી ચિંતા સ્પીનર મેન્ડીસના ફોર્મને લઇને પ્રવર્તી રહી છે. મુરલીધરન અને મેન્ડીસ પોતાનો જાદૂ ભારતીય બેટ્સમેનો ઊપર કરી શકયા નથી. જેથી ટીમ ઇન્ડિયા બંને મેચો જીતવામાં સફળ રહ્યા છે.

 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
સરકારે પીસીબી પાસે સ્પષ્ઠતા માંગી
ભારતીય ટીમમાંથી મુનાફ પટેલ બહાર
પોંટીંગને મળી શકે છે બ્રેક
કપ્તાન ઝૂલનને વિશ્વકપમાં પહોચવાની આશા
ઓસ્ટ્રેલિયાઈ બોલિંગ બકવાસ: થામસન
આઈપીએલથી ક્રિકેટમાં રોનક આવી છે - મોદી