શ્રીલંકાનો જાદૂઇ સ્પીનર મુરલીધરન આવતીકાલે ભારત સામેની વનડે મેચમાં પોતાની યશકલગીમાં વધુ એક મોરપીછું ઉમેરી શકે તેમ છે. મુરલીધરન વનડે ક્રિકેટમાં 501 વિકેટ ઝડપી ચૂકયો છે. વાસિમ અકરમના 502 વિકેટના રેકોર્ડને તોડવા મુરલીને માત્ર બે વિકેટની જરૂર છે. જેથી તે આ સિદ્ધિ આવતીકાલની મેચમાં હાંસલ કરે તેવી સંભાવના છે. અકરમે 356 વનડેમાં 502 વિકેટો ઝડપી હતી. આ સિદ્ધિથી મુરલીધરન માત્ર બે વિકેટ દૂર છે. વાસિમ આકરમના રેકોર્ડને તોડવા મુરલીધરન ઊત્સુક દેખાઇ રહ્યો છે. એક બાજુ 36 વર્ષીય મુરલીધરન 125 ટેસ્ટ મેચોમાં 769 વિકેટ ઝડપી ચૂકયો છે. વનડેમાં તેની નવી સિદ્ધિ ઊપર તમામની નજર રહેશે. |