આઈપીએલના બીજા સંસ્કરણના માટે ઈગ્લિશ ક્રિકેટ ખેલાડી કેવિન પીટરસનના માટે 13.5 લાખ ડોલર અને ઓસ્ટ્રેલિયાના ઉપકપ્તાન માઈકલ કલાર્કને માટે દસ લાખ ડોલરની રકમ સુરક્ષિત રાખવામાં આવી છે.
આઈપીએલના અધ્યક્ષ અને આયુક્ત લલિત મોદીએ બીજા સંસ્કરણને માટે 43 વિદેશી ખેલાડીઓની યાદી રજૂ કરતા જણાવ્યુ કે ગોવામાં છ ફેબ્રુઆરીથી થનારી ખેલાડીઓની નીલામીમાં હરફનમૌલા ખેલાડી પીટરસનને માટે મોટી રકમ 13.5 લાખ ડોલરની રાશિ સુરક્ષિત કરવામાં આવી છે.
મોદીએ કહ્યુ કે કલાર્કને માટે દસ લાખ ડોલર સુરક્ષિત મૂલ્ય રાખવામાં આવ્યુ છે, જ્યારે કે ઝડપી બોલર શાન ટેટ અને સ્ટુઅર્ટ ક્લાર્કને માટે અઢી લાખ ડોલરની રકમ મૂકવામાં આવી છે.
|