રાજસ્થાન રોયલ્સના ઝડપી બોલર અમિત સિંહ આજે એવા બીજા બોલર છે જેમની બોલિંગ એક્શન પર શંકાની સોય નાંખવામાં આવી છે. જેના માટે આપીએલમાં એમ્પાયરો દ્વારા તેમની બોલિંગ સ્ટાઈલ મામલે અહેવાલ સુપરત કર્યો છે.
અમિતે બેંગલૂર રોયલ્સ ચેલેંજર્સની સામે 19 રન પર 4 વિકેટ ઝડપી હતી. જેના બદલ તેમને મેન ઓફ ધ મેચ જાહેર કરાયા હતાં.
અમિત પહેલા રાજસ્થાનની ટીમના જ કામરાન ખાનની પણ બોલિંગ સ્ટાઈલ પર સંદેહ કરવામાં આવ્યો હતો. અમિતના મામલે ટીમના પ્રબંધન અને ટેકનિકલ સમિતિને ક્રિકેટના નિયમ 24.3 અંતર્ગત તેની સમીક્ષા કરવાની માંગ કરી છે.
|