ઓસ્ટ્રેલીયાના મહાન સ્પિનર શેન વોર્ન ભારતના સ્પિન ખેલાડીઓને કોચિંગ આપવા માટે ભારતીય ક્રિકેટથી જોડાવા ઈચ્છા વ્યક્ત કરી છે, પરંતુ આ ત્યારે જ શક્ય બનશે જ્યારે બીસીસીઆઈ તેમને આ પદ માટેની રજુઆત કરશે.
એવું પુછવા પર કે શું વોર્ન ભારતના કોચ કે સલાહકાર તરીકેનુ કામ કરવામાં રસ ધરાવે છે તો તેમણે કહ્યું કે જો કોઈ રજુઆત કરવામાં આવશે તો હું આ વિશે ગંભીરતાથી વિચાર કરીશ કેમકે મને ભારતીય સંસ્કૃતિ પસંદ છે.
તેમણે કહ્યું કે જ્યાર સુધી બીસીસીઆઈની વાત છે તો હું ત્યાં સ્પિન બોલરોની સાથે કામ કરવાનું પસંદ કરીશ. મે રવિંદર જાડેજા અને યુસુફ પઠાણની સાથે કામ કર્યું છે તેમણે પાછલાં વર્ષે અને આ વર્ષે પણ સારૂ પ્રદર્શન કર્યું છે.
|