ઈંગ્લેડના બેટ્સમેન કેવિન પીટરસનને એડીમાં ઈજા થવાને લીધે વેસ્ટઈંડિઝની વિરુદ્ધ થનારી ક્રિકેટ સિરીઝથી બહાર થઈ ગયાં છે.
ઈંગ્લેડ તેમજ વેલ્સ બોર્ડ (ઈબીસી) ના મુખ્ય ચિકિત્સા અધિકારી નિક પિયર્સે જણાવ્યું કે પીટરસનના જમણા પગની એડીમાં બીજી ટેસ્ટ દરમિયાન ઈજા થઈ હતી જે હજી સુધી સરખી થઈ નથી જેના લીધે તેમને વન ડે સીરીઝમાંથી બહાર બેસવું પડશે.
પિયર્સે કહ્યું કે જો કે તેમની ઈજા એવી નથી કે તેઓ રમી ન શકે, પરંતુ અમે કોઈ ખતરો ઉઠાવવા માંગતાં નથી. આગામી એક અઠવાડિયા સુધી તેમની સારવાર ચાલશે અને અમને આશા છે કે આગામી મહીને થનાર ટ્વેટી-20 વિશ્વકપ સુધી તેઓ ફિટ થઈ જશે.
|