ઈંગ્લેન્ડ ખાતે આગામી માસે યોજાનાર ૨૦-૨૦ વિશ્વકપ માટેની પાકિસ્તાનની 15 સભ્યોની ટીમમાંથી વિવાદીત ફાસ્ટબોલર શોએબ અખ્તરનું નામ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)એ આજે આઈસીસીની ટેકનીકલ કમિટિને મોકલી આપ્યું છે.
પાકિસ્તાની કોચ ઈન્તીખાનના ગઈકાલના નિવેદન બાદ શોએબનો વિશ્વકપમાં ભાગ લેવો શંકાના દાયરામાં આવી ગયો હતો. આલમે કહ્યું હતું કે વિશ્વકપ માટે પસંદ કરાયેલી ટીમને લાહોરમાં રમવાની ત્રણ પ્રેકટીશ મેચો પહેલાં શોએબ ચામડીના ઈન્ફેકશનથી સાજો થઈ શકશે નહીં.
પીસીબી પ્રવકતાએ આજે કહ્યું હતું કે શોએબે વિશ્વકપમાંથી નામ પાછું ખેંચતા તેના બદલે રાવનું નામ અમે આઈસીસીને મોકલી આપ્યું છે. અત્રે એ નોંધનીય છે કે ગત મહિને અબુધાબી અને દૂબઈ ખાતે ઓસ્ટ્રેલીયા વિરુદ્ધ રમાયેલી પાંચ વન-ડે અને 20-20 મેચ દરમ્યાન પણ શોએબ સંપૂર્ણ ફીટ જણાયો ન હતો.
પાંચ મેચોની શ્રેણીમાંથી ચાર મેચો રમેલાં અખ્તારે તેની નિર્ધારીત 10 ઓવરનો કવોટા પણ પુરો કર્યો ન હતો. જયારે 20-20 મેચમાં માત્ર બે ઓવરો જ નાંખી શકયો હતો.
|