આઇપીએલ-2ની આજે અહીં રમાનાર પ્રથમ સેમીફાઇનલમાં દિલ્હી ડેરડેવિલ્સ અને ડૈક્કેન ચાર્જર્સ વચ્ચે જંગ જામશે. ફાઇનલમાં પહોંચવા માટે આજે બંને ટીમો મરણીયો પ્રયાસ કરશે.
આઇપીએલ કપ માટે દાવેદાર ગણાતી બંને ભારેખમ ટીમો દિલ્હી તથા ડૈક્કેન વચ્ચેની આજની મેચ રસાકસીવાળી બની રહેશે. બંને ટીમો મેચ જીતવા કમરકસશે. અત્રે ઉલ્લેખનિય છે કે, 14 મેચોના કેલેન્ડરમાં દિલ્હી ડેરડેવિલ્સે 10 મેચો જીતી સૌથી વધુ 20 પોઇન્ટ મેળવ્યા છે જ્યારે ડૈક્કેને 14 મેચોમાંથી 7 મેચો જીતી 14 પોઇન્ટ મેળવ્યા હતા.
|