પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ એઝાઝ બટે કહ્યુ કે તે 2011ના વિશ્વકપની આયોજન સમિતિની બેઠક ભલે આઈસીસી પાકિસ્તાનને નિમંત્રણ આપે પણ પીસીબી બેઠકમાં ભાગ લેશે નહી.
બટે જણાવ્યુ કે તેઓ આ બેઠકનો બહિષ્કાર કરશે પહેલા તેઓ આઈસીસી પાસે જાણવા માંગે છે કે પીસીબી વિશ્વકપના આયોજનમાં સહભાગી દેશ છે કે નહી.
પીસીબી અધ્યક્ષ બટે ગઈકાલે બીસીસી અધ્યક્ષ અને આઈસીસીના ભાવી અધ્યક્ષ શરદ પવાર સાથે મુલાકાત કરી અને પાકિસ્તાનમાં વિશ્વકપ મેચોના આયોજનનો અનુરોધ કર્યો હતો. બટે શ્રીલંકાના ક્રિકેટ અધિકારીયો અને રમત મંત્રી ગામિની લોકુગે સાથે પણ મુલાકાત કરી હતી.
|