ભલેને આખી દુનિયા આઈપીએલ ટુ ટ્વેટી-20 ક્રિકેટના ખુમારમાં દિવાની થઈ રહી હોય, પરંતુ ઓસ્ટ્રેલીયાના કેપ્ટન રીકિ પોંટીંગે કહ્યું કે ટેસ્ટ ક્રિકેટનો તો કોઈ જ જવાબ નથી.
ઈંગ્લેડની વિરુદ્ધ જુલાઈમાં થનારી એશેઝ સિરીઝ માટે ખેલાડીઓના નામની ઘોષણા બાદ પોંટીંગે કહ્યું કે ભલેને ટ્વેટી-20 ક્રિકેટમાં લોકો અને ખેલાડીઓમાં આ રમત પ્રત્યે જુનૂન ભરી દિધું હોય, પરંતુ હજી પણ બધા જ ખેલાડીઓનું સપનું ટેસ્ટ ક્રિકેટ રમવાનું જ હોય છે.
પોંટીંગે કહ્યું કે મે હંમેશા ટેસ્ટ ક્રિકેટને જ આ રમતનું સૌથી સારૂ સ્વરૂપ માન્યુ છે અને મારા આ વિચારમાં કોઈ જ બદલાવ આવ્યો નથી.
|