એલેન સ્ટૈનફોર્ડની સાથે શ્રેણીની આયોજનને લઈને વિવાદમાં સપડાયેલ ઈંગ્લેંડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડે એક મેચ માટે બે કરોડ ડોલરના ત્રણ પ્રસ્તાવ ઠુકરાવી દીધા છે.
ઈસીબીના અધ્યક્ષ જોઈલ્સ ક્લાર્કે કહ્યુ કે સ્ટૈનફોર્ડની સાથે 10 કરોડ ડોલરનો કરાર ટૂટ્યા બાદ મળેલ આ પ્રસ્તાવથી તે હેરાન છે.
ઈસીબીએ જે પ્રસ્તાવનો અસ્વીકાર કર્યો છે તેમાંથી એક મધ્યપૂર્વમાંથી આવી હતી. ક્લાર્કે કહ્યુ કે અમારો કાર્યક્રમ ખુબ જ વ્યસ્ત છે. આવા પ્રસ્તાવો પર વિચાર કરવા માટે સમયની જરૂરીયાત છે.
|