માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે કહ્યુ કે ભારતીય ટીમ ઈંગ્લેડમાં શરૂ થનાર ટ્વેટી-20 વિશ્વકપમાં ખિતાબનો બચાવ કરી શકે છે, પરંતુ તેમને જો આ લક્ષ્ય મેળવવું હશે તો સલામી બેટ્સમેન વિરેન્દ્ર સહેવાગ અને ગૌતમ ગંભીરને આ શરૂ થતા પહેલા પોતાની થકાવટ દૂર કરવી પડશે.
તેંડુલકર દક્ષિણ આફ્રિકામાં ચાલી રહેલ ઈંડિયન પ્રીમિયર લીગ ટ્વેટી-20 ટુર્નામેંટમાં ભારતીય યુવા ખેલાડીઓના પ્રદર્શનથી ઘણાં ખુશ છે, પરંતુ મુંબઈ ઈંડિયંસના કેપ્ટને એવું પણ કહ્યું કે સહેવાગ અને ગંભીર બંનેએ સતત સારૂ પ્રદર્શન નથી કર્યું.
|