બોલરોના સારા પ્રદર્શન બાદ ભારતીય ક્રિકેટના નવા ઉભરતા સિતારા મનીષ પાંડે અને અનુભવી રાહુલ દ્રવિડ વચ્ચે થયેલી મહત્વની ભાગીદારીને પગલે રોયલ ચેલેન્જર્સ બેંગલોરે ગત આઇપીએલના ઉપ વિજેતા ચેન્નાઇને પછાડી આઇપીએલ-2ની ફાઇનલમાં જગ્યા મેળવી છે. આજે સાંજે આઠ વાગે બેંગલોર મરણીયો જંગ ખેલી ડૈક્કેન સાથે ટકરાશે.
અત્રે નોંધનીય છે કે, ગત આઇપીએલની મેચોમાં અંતિમ રહેનારી બે ટીમો આ વખતે ફાઇનલમાં આવી પહોંચી છે. બેંગલોરની ટીમ ફાઇનલમાં આજે ડૈક્કેન સામે ટકરાશે.
બંને ટીમો જીત માટે પ્રબળ દાવેદાર માનવામાં આવી રહી છે. ડૈક્કન ટીમમાં કેપ્ટન ગિલક્રિસ્ટ ફોર્મમાં આવ્યો છે તો બેંગલોરમાં મનીષ પાંડે ફોર્મમાં છે. જોવાનુ એ રહેશે આજે સાંજે કોણ બાજી મારી જાય છે.
|