આઇપીએલ-2ની ફાઇનલ મેચમાં ડૈક્કેન ચાર્જસની જીત બાદ આયોજિત પુરસ્કાર વિતરણ સમારોહમાં ડૈક્કેન ચાર્જ્સના કેપ્ટન એડમ ગિલક્રિસ્ટને ટુર્નામેન્ટમાં સારૂ પ્રદર્શન કરવા માટે ડીએલએફ ગોલ્ડન પ્લેયર ઓફ ધ લીગ એવોર્ડથી સન્માનિત કરાયો હતો. ફાઇનલ મેચમાં ચાર ઓવરમાં ચાર વિકેટ લેનાર રોયલ ચેલેન્જર્સના કેપ્ટન અનિલ કુંબલે મેન ઓફ ધ મેચનો એવોર્ડ એનાયત કરાયો હતો. ડૈક્કેન ચાર્જર્સના જ રોહિત શર્માને સક્સેસ ઓફ ધ લીગથી નવાજવામાં આવ્યો હતો. બોલર રૂદ્રપ્રતાપસિંહને સૌથી વધુ 23 વિકેટો લેવા માટે પર્પલ કેપ આપવામાં આવી હતી. જ્યારે સૌથી વધુ 572 રન કરવા માટે મેથ્યું હેડનને ઓરેન્જ કેપ અપાઇ હતી. |