ગત વર્ષે છેલ્લા સ્થાને રહેલું ડૈક્કન ચાર્જર્સે અપેક્ષા મુજબ રમત બતાવી પોતાના હરીફ રોયલ બેંગલોરને છ રનથી દિલધડક હાર આપી સોનેરી ટ્રોફી પોતાના હાથમાં લઇ લીધી છે. રવિવારે રાતે રમાયેલી ફાઇનલ મેચમાં ભારે રોમાંચક ઉતાર ચઢાવ બાદ ડૈક્કેનનો વિજય થયો હતો. આઇપીએલમાં આ રોચક સંયોગ હતો કે ગત આઇપીએલમાં છેલ્લા સ્થાને રહેલી બે ટીમો આ વખતે ફાઇનલમાં ટકરાઇ હતી. મેચમાં ઘણા ઉચાર ચઢાવ આવ્યા હતા જોકે બેંગલોરના કેપ્ટન અનિલ કુંબલેની વેધક બોલિંગના પગલે મેચ બેંગલોરના પક્ષમાં દેખાતી હતી. પરંતુ બેંગલોરની મહત્વની વિકેટો સસ્તામાં પડી જતાં બેંગલોરને 80 લાખ ડોલરની ગોલ્ડ ટ્રોફીથી હાથ ધોવા પડ્યા હતા. ડૈક્કને 20 ઓવરમાં કરેલા 143 રનના જવાબમાં બેંગલોરની ટીમ 20 ઓવરમાં નવ વિકેટે 137 રન જ બનાવી શકી હતી. |