ટ્વેન્ટી 20 ઇન્ડિયન પ્રીમિયર લીગના બીજા તબક્કામાં વધુ સ્કોર જોવા મળ્યા નથી ત્યાં ચોંકાવનારી બાબત એ પણ ધ્યાનમાં આવી છે કે આ ટુર્નામેન્ટમાં 93 ખેલાડીઓ શૂન્ય ઉપર આઉટ થયા હતા.
વધુ ચોંકાવનારી વાત એ છે કે, આમાંથી 42 ખેલાડીઓ તો એવા છે કે જેઓ પોતાના દાવના પહેલા બોલે જ પવેલિયન પરત ફર્યા હતા. જેમાં જેક કાલિસ, રજત ભાટીય અને સનથ જયસૂર્યા સાથે બે વખત આવું બન્યું છે.
દક્ષિણ આફ્રિકાના હર્ષલ ગિબ્સ ચાર વખતે પોતાનું ખાતું ખોલાવ્યા વિના પવેલિયન ભેગો થયો હતો. દક્ષિણ આફ્રિકાની પીચનો જાદુ હતો કે રન ઓછા બન્યા અને વિકેટો વધુ પડી. ટુર્નામેન્ટમાં કુલ 16320 રન બન્યા હતા જ્યારે 697 વિકેટ પડી હતી.
|