ઓક્ટોમ્બરમાં થનારી ચેંપિયંસ લીગ ટ્વેટી-20 ટુર્નામેંટ દરમિયાન કોઈ પણ ખેલાડીને બે ટીમનો સભ્ય હોવા પર તેને પોતાને જ કોઈ પણ એક ટીમની પસંદગી કરવાનો અધિકાર હશે.
ચેંપીયંસ લીગના અધ્યક્ષ લલિત મોદીએ રવિવારે રાત્રે કહ્યું કે લીગ ટુર્નામેંટમાં અમુક ખેલાડીઓના એક સાથે બે ટીમ સાથે સંબંધિત હોવાની સમસ્યા વધારે મોટી થતી દેખાય છે. આવા સમયમાં ખેલાડી જાતે જ નક્કી કરશે કે આ ટુર્નામેંટમાં કયા ટીમનું પ્રતિનિધિત્વ કરશે.
ચેમ્પીયંસ લીગ ટુર્નામેંટમાં આઈપીએલની ત્રણ ટીમો સિવાય નવ બહારની ટીમો પણ ભાગ લેશે. આનાથી હર્બલ ગીબ્સ જેવા ખેલાડીઓની મુશ્કેલી ઉત્પન્ન થતી દેખાય છે કેમકે તેઓ આઈપીએલના નવા ચેંમ્પીયન ડેક્કન ચાર્જર્સનો ભાગ હોવા ઉપરાંત દક્ષિણ આફ્રીકા ટ્વેટી-20 ટીમ કેપ કોબરાના સભ્ય છે.
મોદીએ કહ્યું કે કોઈ પણ ખેલાડી બે ટીમનો સભ્ય હોય તે દાવા પર પહેલાં આઈપીએલ મજબુત હતું પરંતુ હવે અમે નક્કી કર્યું છે કે સંબંધિત ખેલાડી જ નક્કી કરશે તેને કઈ ટીમ તરફથી ચેમ્પીયન લીગમં રમવું છે.
|