સ્ટાર ક્રિકેટર અંજુમ ચોપડાએ આગામી મહિનામાં થનાર આઇસીસી વિશ્વ કપ ટ્વેન્ટી 20 મહિલા ચેમ્પિયનશિપને મહિલા ક્રિકેટ માટે લોન્ચિંગ પેડ તરીકે ગણાવી છે. તેણે કહ્યું કે, ભારતીય ટીમ ફાઇનલમાં પહોંચી દેશમાં મહિલા ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટે સારો માહોલ તૈયાર કરવામાં સફળ રહેશે.
ઇંગ્લેન્ડેમાં 5મી જૂનથી શરૂ થનાર ટ્વેન્ટી-20 ચેમ્પિયનશીપ સાથે જ મહિલા ચેમ્પિનશીપનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભારતને ઇંગ્લેન્ડ, પાકિસ્તાન અને શ્રીલંકા સાથે પૂલ-બીમાં રાખવામાં આવ્યા છે. દેશમાં સૌથી અનુભવી ખેલાડી પ્રિયંકા ચોપડાનું પહેલું લક્ષ્ય સેમીફાઇનલમાં પહોંચવાનું છે.
તેણે કહ્યું હતું કે, મહિલા ક્રિકેટ માટે આ એક સુંદર મોકો છે કારણ કે બંને ચેમ્પિયનશીપ એક સાથે તઇ રહી છે. જ્યાં દુનિયાભરના દિગ્ગજ ક્રિકેટર મીડિયા અને વિશેસજ્ઞો હશે અને મને લાગે છે કે ચેમ્પિયનશિપ મહિલા ક્રિકેટ માટે લોન્ચિંગ પેડ બની શકે છે.
|