દક્ષિણ આફ્રીકામાં ઈંડિયન પ્રીમિયર લીગના બીજા તબક્કાના સફળ આયોજન પછી હવે અમેરિકન પ્રીમિયર લીગ (એપીએલ) માટે મંચ તૈયાર થઈ રહ્યો છે અને આયોજકોએ દાવો કર્યો છે કે એપીએલ બેસબોલના દેશમાં ક્રિકેટનો ચહેરો બદલી દેશે.
પ્રીમિયર અમેરિકંસ, પ્રીમિયર બાંગ્લાદેશી, પ્રીમિયર વર્લ્ડ, પ્રીમિયર ઈંડિયંસ, પ્રીમિયર પાક્સ, પ્રીમિયર વિંડીઝની છ ટીમો શરૂઆતી એપીએલ ટ્રોફી માટે એકબીજાની સામ સામે હશે. આની શરૂઆતની મેચ છ ઓક્ટોમ્બરથી થશે જ્યારે કે ફાઈનલ 23 અને 24 ઓક્ટોમ્બરે રમવામાં આવશે.
|