આઇસીસી ટ્વેન્ટી વર્લ્ડકપની શરૂઆત આડે ગણતરીના દિવસો રહ્યા છે ત્યારે તમામ મોટી ટીમોની સાથે સાથે નવી ટીમોએ પણ તૈયારી શરૂ કરી દીધી છે. નવી ટીમો મોટા અપસેટ સર્જવાની તૈયારી કરી રહી છે.
આયર્લેન્ડના કોચ ફિલ સીમન્સે જણાવ્યું છે કે આઇસીસી વર્લ્ડકપ ટ્વેન્ટીમાં તેમની ટીમ ઉંચા ઈરાદા સાથે મેદાનમાં ઊતરી રહી છે. જો આયર્લેન્ડની ટીમ ટૂર્નામેન્ટના સુપર એઇટના તબક્કામાં સફળ નહીં થાય તો ચોક્કસપણે હતાશા થશે. કારણ કે ટીમના ખેલાડીઓ સખત પરિશ્રમ કરી રહ્યા છે. આયર્લેન્ડની ટીમે ટ્રેનગ કેમ્પમાં જોડાઇને તૈયારીઓ હાથ ધરી છે. 8મી જૂનના દિવસે ટટબિ્રજમાં બાંગ્લાદેશ સામે આઇસીસી વર્લ્ડકપની પ્રથમ મેચ રમી આયર્લેન્ડ તેની શરૂઆત કરશે.
ગયા સપ્તાહમાં ફ્રેન્ડ્સ પ્રોવિન્ડન્ટ ટ્રોફીમાં વર્સેસ્ટર શાયર ઊપર જીત મેળવ્યા બાદ ટીમના ખેલાડીઓનો જુસ્સો વધી ગયો છે. સીમન્સ ઈચ્છે છે કે વર્ષ 2007માં વેસ્ટ ઇન્ડીઝમાં વિશ્વકપની સફળતાનું પુનરાવર્તન કરવામાં આવે. એ વખતે તેઓ કવાલિફાઇંગ રાઊન્ડમાં પાકિસ્તાનને હરાવીને આયર્લેન્ડ અંતિમ 8માં પ્રવેશવામાં સફળ રહ્યું હતું.
આયર્લેન્ડનો કેપ્ટન વિલિયમ પોર્ટરફીલ્ડ માત્ર 24 વર્ષનો છે અને ડાભોડી બેટ્સમેનની સાથે સાથે રાઇટ આર્મ ઓફ બ્રેક બોલર પણ છે. આયર્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી વોર્મઅપ મેચમાં ન્યૂઝીલેન્ડે 7 વિકેટે જીત મેળવી હતી. જેમાં ટેલરે 36 બોલમાં 74 રન ફટકાર્યા હતા.
|