ઈંગ્લેન્ડના કપ્તાન પોલ કોલિંગવુડ આઈસીસી ટી-20 વિશ્વ કપમાં પાકિસ્તાન વિરુદ્ધ 48 રનની શાનદાર જીત સાથે ટૂર્નામેન્ટમાં વાપસી કરવાથી રાહત અનુભવી રહ્યાં છે.
હોલેન્ડની નબળી ટીમના હાથે ટૂર્નામેન્ટના પ્રથમ મેચમાં ચાર વિકેટના પરાજય બાદ ઈંગ્લેન્ડ ટૂર્નામેન્ટથી બહાર થવાના ખતરા વચ્ચે ગ્રૃપ-બી ના મેચમાં પાકિસ્તાન સાથે ટકરાયું પરંતુ ટીમે જીત સાથે આગામી રાઉન્ડમાં પહોંચવાની આશાઓને જાળવી રાખી છે.
કોલિંગવુડે જીત બાદ કહ્યું કે, અમે હોલેન્ડથી હારી ગયાં હતાં અને તેનાથી ઘણું ગૌરવ જોડાયેલું હતું. અમને મોટો ઝટકો લાગ્યો હતો. આજે બેટ્સમેનોએ સારી બેટીંગ કરી. તેમણે કહ્યું કે, ટીમમાં ઘણી પ્રતિબદ્ધતા છે. અમે મેચ જીતવા ઈચ્છતાં હતાં. અમે એક ઉદેશ્ય સાથે બેટીંગ કરી અને બોલીંગમાં પણ મગજ હલાવ્યું અને અમારી ફિલ્ડીંગ શ્રેષ્ઠ હતી.
|