ઑસ્ટ્રેલિયાઈ કપ્તાન રિકી પોંટિંગે શ્રીલંકાના હાથે છ વિકેટના પરાજય સાથે વિશ્વ ટ્વેંટી-20 ચૈમ્પિયનશિપના પ્રથમ રાઉન્ડમાંથી બહાર થયાં બાદ કહ્યું કે, તેમની ટીમે મેચમાં ઘણી ભૂલો કરી, જેના કારણે તેમને હારનો સામનો કરવો પડ્યો.
પોંટિંગે મેચ બાદ કહ્યું કે, અમે ઘણી બધી ભૂલો કરી. નજીકના મેચમાં આટલી બધી ભૂલો કરવી હમેશા નુકસાનદાયક સાબિત થાય છે. તેમણે કહ્યું કે, અમે કેટલીયે વાર જલ્દી-જલ્દી વિકેટો ગુમાવી અને અમે સ્પિનરો વિરુદ્ધ બેટીંગ કરવામાં પરેશાની થઈ. પીચ સુકી હતી અને સ્પિનરોએ ઘણી સારી બોલીંગ કરી.
બીજી તરફ 42 દડામાં અણનમ 55 રનનો દાવ રમીને ટીમને જીત અપાવનારા શ્રીલંકાના કપ્તાન મહેલા જયવર્ધને આ જીતનો શ્રેય સમગ્ર ટીમને આપ્યો.
મૈન ઑફ ધિ મૈચ સંગકારા(53)એ કહ્યું કે, અમારા સ્પિનરોએ ઘણી સારે બોલીંગ કરી. સ્પિન અમારો મજબૂત પક્ષ છે, જ્યારે ઉદાનાએ પણ સારી બોલીંગ કરી. અમે તેને 10 થી 12 રન ઓછા કરવા દીધા હોત તો સારુ રહ્યું હોત પરંતુ અમારા બેટીંગ ક્રમને જોતા 159 રનોનો લક્ષ્યાંક પણ મુશ્કેલ ન હતો.
|