આઈસીસી વિશ્વ ટ્વેંટી20 ક્રિકેટમાં પાકિસ્તાનને શ્રીલંકાએ શરમજન રીતે હાર આપી હતી. શ્રીલંકા તરફથી ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવામાં આવી હતી, જેમાં તેણે શાનદાર બેટિંગ કરીને નિર્ધારીત ઓવરમાં સાત વિકેટના નુકસાન પર 150 રન બનવી લીધા હતાં.
જ્યારે પાકિસ્તાન મેદાનમાં લક્ષ્યનો પીછો કરવાના ઈરાદે આવી તો ખરી પરંતુ સલમાન બટ્ટના નામે પ્રથમ દળે જ પ્રથમ ઝટકો પ્રાપ્ત કર્યો. આખી મેચમાં પાકિસ્તાન તરફથી નબળુ પ્રદર્શન રહ્યુ.
પાકિસ્તાન તરફથી માત્ર કપ્તાન યુનુસ ખાને 37 બોલમાં 50 રન ફટકાર્યા હતાં. જ્યારે સોઈબ મલીકે 28 અને મીસ્બા ઉલ હકે 21 રન બનાવ્યા હતાં. બાકીની વિકેટો સસ્તામાં પેવેલિયન ભેગી થઈ ગઈ હતી.
શ્રીલંકા તરફથી એસ મલીંગા અને મુરલીધરને 2-2 વિકેટ લીધી,જ્યારે મેથ્યુ, કુલકેશરા, મેંડીસના ફાળે એક-એક વિકેટ ગઈ હતી.
શ્રીલંકાએ પોતાની શાનદાર બેટિંગનું પ્રદર્શન કર્યુ હતું. શ્રીલંકા તરફથી દિલશાન 46, જયસૂર્યા 26, જયવર્ધને 19, સંગાકારા 16 રન અને સીલ્વા અને મુબારકાએ 8 અને 5 રન બનાવ્યા હતાં. જ્યારે મલીંગા અને મેથ્યુ ક્રમશ: 2 અને 9 રન બનાવી અણનમ રહ્યા હતાં.
પાકિસ્તાની બોલરો તરફથી ઉમર ગુલ, સઈદ આફ્રીદી અને સઈદ અઝમલે 2-2 વિકેટ ઝડપી હતી.
|