ન્યૂઝીલેન્ડની પાંચ વિકેટ ખેરવી પાકિસ્તાન માટે જીતની ઇંટ રાખનાર ફાસ્ટ બોલર ઉમર ગુલે કહ્યું કે, આ દિવસ વિશેષ હતો અને સારી શરૂઆતથી જ જીત મેળવી શક્યા છીએ.ગુલની શાનદાર બોલિંગને પગલે પાકિસ્તાને ન્યૂઝીલેન્ડ સામે છ વિકેટથી વિજય મેળવી સેમી ફાઇનલમાં જવા માટેની આશા ટકાવી રાખી છે. મેન ઓફ ધ મેચ બનેલા ગુલે કહ્યું હતું કે, આજનો દિવસ વિશેષ હતો. મને લાગે છે કે, મુખ્ય વાત શરૂઆતની છ ઓવર રહી હતી. જેમાં ખાસ સ્કોર થયો ન હતો. |