મુખપૃષ્ઠ > રમત > ક્રિકેટ > ક્રિકેટ સમાચાર > વૉન સંન્યાસની જાહેરાત કરશે ?
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
વૉન સંન્યાસની જાહેરાત કરશે ?
ભાષા

ઇંગ્લેંડના ભૂતપૂર્વ કપ્તાન માઇકલ વૉન કાલ સુધીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી સંન્યાસની જાહેરાત કરશે.

યૉર્કશાયરના આ બેટ્સમેનના ભવિષ્યને લઈને અટકળો ત્યારથી લગાડવામાં આવી રહી છે જ્યારથી તેમને ઈંગ્લેન્ડની સંભાવિત એશેજ ટીમમાં ચૂંટવામાં ન આવ્યાં.

બ્રિટિશ વર્તમાનપત્રોએ કાલે વોનના સન્યાસની અટકળો લગાવી હતી. ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડે ત્યાર બાદ જાહેરાત કરી કે વોન કાલે એક પત્રકાર પરિષદને સંબોધિત કરશે.

વૉનની આગેવાનીમાં ઈગ્લેન્ડે ચાર વર્ષ પહેલા ઓસ્ટ્રેલિયાને એશેજ શ્રેણીમાં હરાવ્યું હતું. આ વોનની કારકિર્દીની સૌથી મોટી સિદ્ધિ રહી કારણ કે 1986-87 બાદ ઇંગ્લેન્ડની ઓસ્ટ્ર્લિયા પર આ પહેલી જીત હતી.

ઘૂંટણની ઈજાના કારણે વૉન ટીમની અંદર બહાર થતાં રહ્યાં, ગત વર્ષ ઓગસ્ટમાં તેમણે ઈંગ્લેન્ડની કપ્તાનીથી રાજીનામું આપી દીધું. વૉનની આગેવાનીમાં ઈંગ્લેન્ડે 26 ટેસ્ટ જીત્યાં, 11 હાર્યા અને 14 ડ્રો રમ્યાં.

ઇંગ્લૈંડ ટીમમા વાપસીની વોનની આશાને રવિ બોપારાના શાનદાર ફોર્મના કારણે આંચકો લાગ્યો. બોપારાએ વેસ્ટઈંડીજ વિરુદ્ધ સતત ત્રણ શતક ફટાકારીને ટીમમાં સ્થાન પાકુ કર્યું.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
પિચને ન ઓળખી શક્યાં - ધોની
ટેસ્ટ ક્રિકેટ રમવા પર અજમલની નજર
વેસ્ટ ઈંડીજ સામે ભારત હાર્યું
શ્રીલંકામાં બતાવશું પાણી - ગુલ
માઇકલ સંન્યાસ લે એવા એંધાણ !
રજ્જાક, યુસુફ રાષ્ટ્રીય ટીમમાં !