લાંબા છક્કા ફટકારવા માટે મશહૂર વેસ્ટઈંડીજના કપ્તાન ક્રિસ ગેલ 150 છક્કા પૂરા કરનારા દુનિયાના છઠ્ઠા ક્રમના ખેલાડી બની ગયાં છે. ગેલે આ સિદ્ધિ ભારત વિરુદ્ધ રવિવારે બીજા વન ડે માં પોતાના 64 રનના દાવ મારફત પ્રાપ્ત કરી.
ગેલે આ મેચમાં 46 દડામાં 64 રન ફટકાર્યાં તેમાં આઠ ચોક્કા અને બે છક્કા સામેલ છે. આ બે છક્કાઓ સાથે તેમણે એકદિવસીય મેચોમાં 150 છક્કા ફટકારવાનો આંકડો પાર કરી લીધો. ગેલના હવે 203 મેચોમાં 151 છક્કા છે. આ અગાઉ તે ઓસ્ટ્રેલિયાના એડમ ગિલક્રિસ્ટ સાથે 149 છક્કાની બરાબરીએ હતાં.
ગેલની આગળ હવે ન્યૂજીલૈંડના ક્રિસ કેયર્ન્સ, ભારતના સચિન તેંડુલકર અને સૌરવ ગાંગુલી, પાકિસ્તાનના શાહિદ અફરીદી અને શ્રીલંકાના સનત જયસૂર્યા છે. કેયર્ન્સના 215 મેચોમાં 153 છક્કા, સચિનના 425 મેચોમાં 176 છક્કા, ગાંગુલીના 311 મેચોમાં 190 છક્કા, અફરીદીના 276 મેચોમાં 249 છક્કા અને જયસૂર્યાના 432 મેચોમાં 270 છક્કા છે. |