ટીમ ઈંડિયાથી લાંબા સમય સુધી બહાર ચાલી રહેલા મધ્યક્રમના બેટ્સમેન મોહમ્મદ કૈફને હજુ પણ ભારતીય ટીમમાં પરત ફરવાની આશા છોડી નથી.
ઉત્તરપ્રદેશ રણજી ટીમના કપ્તાન કૈફે કહ્યું કે, ઘરેલૂ ક્રિકેટમાં તે સતત સારુ પ્રદર્શન કરી રહ્યાં છે અને તેના આધાર પર તેમણે રાષ્ટ્રીય ટીમમાં વાપસીની પૂરી આશા છે.
તેણે કહ્યું કે મેં ગત સીજનમાં એક હજારથી વધારે રન બનાવ્યાં હતાં. આ ઉપરાંત હું ખાલી સમયમાં ઘણી મહેનત કરી રહ્યો છું. હું રમતના ત્રણેય સ્વરૂપો ટેસ્ટ, વનડે અને ટ્વેન્ટી-20 માટે ખુદને ફિટ અનુભવી રહ્યો છું.
કૈફને ગત ઈંડિયન પ્રીમિયર લીગ ટૂર્નામેન્ટ દરમિયાન રાજસ્થાન રોયલ્સ ટીમથી બહાર કરી દેવામાં આવ્યાં હતાં. આ વિષે પુછવામાં આવવા પણ તેણે જણાવ્યું કે અંતિમ એકાદશમાં શામેલ કરવાનો નિર્ણય તો કપ્તાન શેન વોર્નને જ કરવાનો છે.
ઉલ્લેખનિય છે કે, રોયલ્સની ટીમ છ જુલાઈના રોજ ઈંગ્લેન્ડની ઘરેલૂ ટી-20 ચેમ્પિયન મિડલસેક્સ સાથે એક અભ્યાસ મેચ રમવાની છે.
|