વેસ્ટઈંડીજના ઝડપી બોલર રવિ રામપાલને ભારતીય કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીના રૂપમાં એક નવો પ્રશંસક મળી ગયો છે. ધોનીએ રામપાલની સટિક બોલીગ માટે પ્રશંસા કરી છે. ભારત વિરુદ્ધ બીજા વન ડે મેચમાં 37 રન આપીને 4 વિકેટ લેનારા રામપાલ ઈંડીજની જીતના શિલ્પકાર રહ્યાં હતાં.
ધોનીએ રામપાલની પ્રશંસા કરતા જણાવ્યું કે, તે દડાને સારી રીતે સ્વીંગ કરે છે અને સાચી દિશામાં ફેંકે છે. તે આપને કવર ડ્રાઈવ જેવા શોટ મારવા માટે મજબૂર કરે છે. ધોનીએ કહ્યું પીચથી મદદ ન મળવા છતાંપણ આવું પ્રદર્શન કરવા માટે રામપાલ અને ટેલર પ્રશંસાને પાત્ર છે.
રામપાલે કહ્યું કે, બીજા વનડેના પ્રદર્શનથી મારામાં આત્મવિશ્વાસ વધી ગયો છે. તેમણે કહ્યું કે, ટીમમાં પરત ફરવા માટે હું ઘણી મહેનત કરી રહ્યો હતો. મને નવા દડાથી સ્વિંગ મળી અને હું વિકેટ લેવામાં સફળ થયો.
|