ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) એ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ આગામી ઘરેલૂ વન ડે ક્રિકેટ સિરીજ માટે 7 શહેરોના નામ જાહેર કરી દીધા છે. આ વર્ષે ઓક્ટોમ્બર-નવેમ્બરમાં પ્રસ્તાવિત સિરીજના મેચ ગૌહાટી, દિલ્લી, મુંબઈ, મોહાલી, હૈદરાબાદ, નાગપુર અને જયપુરમાં રમવામાં આવશે.
બીસીસીઆઈના સચિવ એન. શ્રીનિવાસને બુધવારે યાદી જારી કરીને કહ્યું કે, બોર્ડની ટૂર પ્રોગ્રામ એન્ડ ફિક્સ્ચર કમેટીએ બુધવારે બેસીને આ મેચોના આયોજન સ્થળ નક્કી કર્યાં. હાલ મેચોની તારીખ વિષે નિર્ણય લેવામાં આવ્યો નથી.
કોપોરેટ ટ્રોફી 1 સપ્ટેમ્બરથી
આ બેઠકમાં ઘરેલૂ ટૂર્નામેન્ટથી સંબંધિત કેટલાક નિર્ણયો પણ લેવામાં આવ્યાં. જે અંતર્ગત પ્રથમ કોપોરેટ ટ્રોફીની મેજબાની દક્ષિણ ક્ષેત્રને સોંપવામાં આવશે. 1-8 સપ્ટેમ્બર સુધી આયોજિત કરવામાં આવશે. તેમાં 12 ટીમો ભાગ લેશે, જેને 3 ગ્રૃપોમાં વહેચવામાં આવશે.
|