પાકિસ્તાનના કરિશ્માઈ ઓલરાઉંડર શાહિદ આફ્રિદીએ કહ્યુ છે કે તાજેતરમાં ઈગ્લેંડમાં આયોજીત ટ્વેંટી-20 વિશ્વકપના ફાઈનલમાં શ્રીલંકા પર જીત છતા તેમની ટીમને આગામી ટેસ્ટ શ્રેણીમાં કડક પરીક્ષામાંથી પસાર થવુ પડશે.
આફ્રિદીએ કહ્યુ કે ખેલાડીઓને માટે પોતાનુ ધ્યાન ટ્વેંટી-20થી હટાવી ટેસ્ટ ક્રિકેટ પર કેન્દ્રિત કરવી સરળ નથી હોય. શ્રીલંકાને એની જ જમીન પર હરાવવુ ખૂબ મુશ્કેલ છે અને ત્યાંની પરિસ્થિતિ ઈગ્લેંડ કરતા એકદમ જ જુદી છે, તેથી શ્રીલંકા પર જીત મેળવવા માટે દરેક ખેલાડીએ પોતાનુ સો ટકા પ્રદર્શન કરવુ પડશે.
ટ્વેંટી-20 વિશ્વકપમાં ફાઈનલમાં મેન ઓફ ધ મેચ રહ્યા આફ્રિદીને શ્રીલંકાના વિરુધ્ધ શનિવારથી ગાલેમાં શરૂ થઈ રહેલ ત્રણ મેચોની ટેસ્ટ શ્રેણીને માટે ટીમમાં સમાવેશ નથી કરવામાં આવ્યો. ટેસ્ટ શ્રેણી પછી થનારી વનડે શ્રેણી રમવા માટે શ્રીલંકા જશે.
|