ભારતના સલામી બેટ્સમેન ગૌતમ ગંભીર લેટેસ્ટ આઈસીસી ટેસ્ટ રેકિંગમાં ત્રીજા સ્થાનની સાથે ટોચના ભારતીય બેટ્સમેન બની ગયા છે, બીજી બાજુ છઠ્ઠા પગથિયે રહેલ ઓફ સ્પિનર હરભજન સિંહ ટોચના 10 બોલરોમાંથી એકમાત્ર ભારતીય છે.
દિલ્લીના ડાબા હાથના બેટ્સમેન ગંભીર 847 અંકોની સાથે દસ બેટ્સમેનોમાં જગ્યા બનાવનારા એકમાત્ર ભારતીય છે. ગંભીર પછી સચિન તેંડુલકર 13માં, વીવીએસ લક્ષ્મણ 15માં અને વીરેન્દ્ર સહેવાગ 20માં સ્થાન પર છે.
ટોચના 10 બોલરોમાં હરભજન એકમાત્ર ભારતીય છે. હરભજન પછી ઝહીર ખાન 11માં અને ઈંશાંત શર્મા 20માં સ્થાન પર છે.
ટીમ રેંકિંગમાં ભારત 117 અંકો સાથે ત્રીજા સ્થાન પર છે. પહેલા સ્થાન પર ઓસ્ટ્રેલિયા(128) અને બીજા સ્થાન પર દક્ષિણ આફ્રિકા(119) છે.
|