ન્યૂઝીલેન્ડ ક્રિકેટ એનજેડસીએ આગામી મહિને શ્રીલંકા પ્રવાસ માટેની ટીમની જાહેરાત છેલ્લી ઘડીએ મુલત્વી રાખી છે કારણ કે હજું સુધી આ પ્રવાસ માટેની મંજૂરી મળી શકી નથી.
ન્યૂઝીલેન્ડ પ્રેસ એસોસિએશન અનુસાર એનજેડસીની યોજના આજે ટીમની જાહેરાત કરવાની હતી. પરંતુ એને આગામી સપ્તાહ સુધી આ જાહેરાત મુલત્વી રાખીછે. પ્રવાસને એક સપ્તાહ સુધીમાં મંજૂરી મળી જાય એવા આસાર છે.
ઘુંટણીની ઇજા સાથે લડી રહેલા ઓફ સ્પિનર જીન પટેલ આ પ્રવાસમાં જોડાય એવી સંભાવના છે. એની ઇજા એટલી ગંભીર નથી જેટલી અગાઉ માનવામાં આવતી હતી.
|